Iklan Atas Artikel

બાળકો ના વર્તન પર અસર

 આપણા વ્યવહારથી બાળકના મન પર તેની કેવી અસર પડે છે. તેના વિશે આપણે જાણવી . . .




૧) બાળકને મારીએ તો… નફ્ફટ થાય.


(૨) બાળકને લાલચ આપીએ તો… લાલચુ થાય.


(૩) બાળકને કુટેવ સુધારવા ધમકાવીએ તો… કુટેવ વધે


(૪) બાળકને પ્રોત્સાહન આપીએ તો… તેની શક્તિઓ ખીલે.


(૫) બાળકને વધારે પડતા લાડ લડાવીએ તો… જિદ્દી બની જાય.


(૬) બાળકને વધારે પડતી સ્વતંત્રતા આપીએ તો… સ્વચ્છંદી બની જાય.


(૭) બાળકને વારંવાર ટોકીએ તો… જડ બની જાય છે.


(૮) બાળકને વારંવાર બીક બતાવીએ તો… ડરપોક બની જાય.


(૯) બાળકને સારી બાબતોને બીરદાવીએ તો… તેનામાં આત્મવિશ્વાસ જાગે.


(૧૦) બાળકને માનની દૃષ્ટિએ જોઈએ તો… તેનામાં સ્વમાનની લાગણી જાગે.


(૧૧) બાળકની નજર સામે સેવા કાર્ય કરીએ તો… તેનામાં સેવા ભાવના જાગે.


૧૨) બાળકનું બધું કામ આપણે કરીશું તો… તે પરાવલંબી બની જશે. 


(૧૩) બીજાની હાજરીમાં બાળકની મશ્કરી કરીશું તો તે… લઘુતાગ્રંથિથી પીડાશે.


(૧૪) બાળકની હાજરીમાં જૂઠું બોલીએ તો… તે પણ જૂઠું બોલતો થઈ જશે.


(૧૫) બાળકની હાજરીમાં વડીલોને માન આપીએ તો… તે વડીલોને માન આપતાં શીખશે.


(૧૬) બાળકને જોઈતી વસ્તુ ન લાવી આપીએ તો… તે ચોરી કરતાં શીખશે.


(૧૭) બાળકને વાર્તાઓ કહીએ તો… તેનામાં સર્જનશીલતા વધશે.


(૧૮) બાળકની સાથે તોછડાઈભર્યું વર્તન કરીએ તો… બાળક ઉદ્ધત બનશે. 


(૧૯) બાળકની સાથે બાળક જેવા બનીએ તો… તેનામાં આત્મીયતા વધશે. 


(૨૦) બાળકનો ઉછેર અપમાનજનક વાતાવરણમાં થાય તો… તેનો વિકાસ રૂંધાશે. 


(૨૧) બાળકને છૂટા હાથે પૈસા વાપરવા આપીએ તો… બાળક ઉડાઉ બની જશે.


(૨૨) બાળકનો ઉછેર કંકાશમય વાતાવરણમાં થાય તો… બાળક ઝઘડાળું બની જશે.


(૨૩) બાળકને સતત અન્યાય થાય તો… તે ક્રોધી બની જશે.


(૨૪)બાળકનો ઉછેર મમતામય વાતાવરણમાં થાય તો… બાળક સ્નેહાળ બનશે.


(૨૫) ઘરના બધાં જ સભ્યો એકબીજાની આમન્યા રાખે તો… બાળક મર્યાદા રાખતાં શીખશે.


(૨૬) ઘરમાં આતિથ્યનું વાતાવરણ હશે તો… બાળક વિવેકી બનશે.


(૨૭) બાળકને નિયમિત ધાર્મિક સ્થળે લઈ જવામાં આવે તો… તેનામાં ધાર્મિક ભાવના વિકસસે.


 (૨૮) બાળકનો ઉછેર સમભાવવાળા વાતાવરણમાં થાય તો… તે શાંત સ્વભાવનું થશે.


(૨૯) બાળકની હાજરીમાં ઘરનું વાતાવરણ શાંત રાખીએ તો… તેનું મન પ્રસન્ન રહેશે

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel