Iklan Atas Artikel

પાણીયારુ- એક ભૂલાયેલું સ્થળ



      પાણીયારુ- એક ભૂલાયેલું સ્થળ


                                              


 પાણિયારું એટલે ઓસરી નો એક ભાગ આખો એનીજ જાગીર.સવારના પહોરમાં ઘરની લક્ષ્મી ના ગોળા વીછળવાનો છબક છબક અવાજ સાંભળતા જ સવાર પડ્યાની ખબર પડે.નાહી ને જ પાણીયારે પાણી ભરાય. પેલ્લા તો કુવા કે તળાવ માથી પીવાનું પાણી ભરાતું.તળાવ મા હાથ થી કચરો દુર કરી ઘડો અને હાંડો ભરાતો. ધુળ નીચે સાધારણ બેસતી પણ ખરી એટલે જ રોજ ગોળા વીછળવા જ પડે. પણ એ બહુ જુની રીત હતી.એ પછી રાંઢવાં થી કળશા ને ગળાંફાશો આપી કુવા ની ગરેડી મા સરકતો કરાતો. કુવો ઉંડો હોય એટલે નીચે કળશો આડો કરી પાણી ભરી ઉપર રાંઢવાં થી સીંચીને ભરાતું.બન્ને હાથની કસરત સરસ મજાની થઇ જતી.ઘર થી કુવો જો દુર હોય તો સ્ત્રી ઓ ચાર થી પાંચ આંટા મારે અને ઘરના પરિવારને જળપાન પીવરાવે.આ પાણીયારૂં કાંઇ માત્ર બે ગોળાનું ના હોય પણ ઉતરડ કરે. ઉતરડ એટલે કે પેલ્લાં મોટું માટલું એ પછી નાનું અને એનાથી નાનું એટલે લેવામા સરળતા પડે. પાણીયારૂં ની શોભા એ હતી કે એ પથ્થર નું જ હોય ઝરૂખા જેવુ. પથ્થર ના જ કાંઠા આબેહૂબ કરેલા હોય. કોઇ ભણતર વગર જ એ સમય ના કારીગરો સરસ મજાનું કામ કરતા. જે આજ ભણ્યા પછી પણ ઘર આખુ પાણિયારૂં થઇ જાય છે . એટલે કે ભેજ ઉતરે. કે ચુવાક થાય. પાણીયારાં ના ઉપરના છજાં મા પિતળ ના ગ્લાસ ગોઠવાય. સરસ ઉટકેલા અને બાજુમાં ડોયો લટકતો હોય.એનાથી જ પાણી ગ્લાસ મા ભરાય.જો સીધો ગ્લાસ નાખો તો વડીલો રીતસરનાં ખીજાઇ જાય.એનુ કારણ બીજું કાંઇ નહી પણ તમારા હાથ ચોખ્ખા ના હોય એટલે ડોયા નો ઉપયોગ જ કરાતો. બુજારુ પણ પિતળ નું સરસ રોજ ઉટકી ને ઢંકાય. કાખ મા કળશો અને હાંડો લહી સ્ત્રી ઓ ખુબ શોભતી. પાણીયારાં ની શોભા જ સ્ત્રી ઓ થકી હતી.ઘરના કામો રીતસર લાઇનબંધ થતાં. છતા બપોરે નવરી પડતી સ્ત્રીઓ ભરતકામ કે સીલાઇ કામ કરતી.બીજી એક સરસ મજાની પાણીયારે દિવો કરવાની પણ ગણાં ઘરોમા ટેવ હતી. એ દિવા માટે એમ સમજાવતા કે આપણાં વડીલો જે મૃત્યુ પામ્યા છે એમના માટે દિવો પાણિયારે કરાય એમની સુખશાંન્તી માટે અને પરિવારની રક્ષા માટે સ્ત્રી ઓ સાંજના સમયે દિવો કરતી. ત્યારે બે ગોળાની વચ્ચે દિવો ખુબ શોભતો. નાગપાંચમ ને દિવશે પણ દુધમા કોલસો ઘસીને નાગ ચીતરાય સફેદ પેપર ઉપર એને પાણીયારે ગોળ થી ચોંટાડતા. રૂ ની માળા પહેરાવે રૂ ની લાંબી પટ્ટી જેવુ બનાવી લાલ કંકુ થી વચ્ચે વચ્ચે આંગળી થી ગોળ ગોળ ફેરવો એટલે મજાની રૂ ની માળા બની જતી.એ પછી ચાંદલા કરે, કુલેર ધરાવે,અને શ્રીફળ વધેરે, ઠંડું દુધ પણ ધરાવતા.એ સમયે પાણીયારૂં ભારે શોભતું. ઉત્સવ જેવુ લાગતું કે આજ નાગપાંચમ છે. નાગદાદા રક્ષા કરજો એમ હાથ જોડી પ્રાથના કરતાં.આ ઓસરી એ પાણીયારુ એક ઠાઠ હતો.પુરુષો ઓસરી એ આસન પાથરી જમવા બેશે એટલે જમી જમી ને પાણીયારે થી જ પાણી પી સૌ પોતપોતા ના રૂમ ના ખાટલે ઘડીક ની નીંદર કરી કામે જતા રહેતા. માટલા ખાલી ના રહે એનુ સતત ધ્યાન સ્ત્રી ઓ રાખતી. માટલાં ને સાચવતી. સમય જતાં પાણીયારાં ટુટવા લાગ્યા. હોય તોય ટાઇલ ચોંટાડવા લાગ્યા.સફાઈ ઓછી કરવી પડે ની હોડ વધતી ગઇ અને હવે તો ગ્રામ્ય વિસ્તાર મા જ પાણીયારૂં રહ્યું .એન્ટીક બની ગયું. હવે જોઇને આનંદ સાથે અચંબો પણ થવા લાગ્યો. આપણે પુછતા થઇ ગયા કે હજી તમે પાણીયારૂં રાખ્યું છે?નવાઈનો વિષય બની ગયો. આજ ઘરે ઘરે ટાંકા ના પાણીને સ્વરછ કરતુ મશીન આવી ગયું વોટરપ્યુરીફાઇ. પાણીયારાં ની જગ્યા ફીલ્ટરે લહી લીધી.શરીર માથી કંઇક કેટલુએ નીકળી જવા લાગ્યું. શરીરો ખોખલાં થવા લાગ્યા. છતાંય આપણી કહેવાતી બીસલરી પાણી પીવા ની આદત છુટતી નથી. ચોખ્ખું પાણી જ પીવાય ની માન્યતા ઘર કરી ગઇ. કુવા કે તળાવનું તે કાંય પીવાય? યક યક બોલવા લાગ્યાં. ડક બોલે એમ હશે.જ્યા હજી મોજૂદ છે એને સલામ..

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel